ઓનલાઇન શોપિંગ અને છેતરપિડી

            ઓનલાઇન શોપિંગ અને  છેતરપિડી 



આપણા ભારતની અંદર  ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 ના  કાયદામાં અત્યાર સુધી  ઓનલાઇન શોપિંગ ની બાબતમાં કોઈ વ્યવસ્થા કરવામાં આવી નહોતી  પરંતુ ગ્રાહક સુરક્ષા અધિનિયમ 2019 માં ઈ-કોમર્સ ને પણ એટલે કે ઓનલાઇન શોપિંગ ને પણ ઓફલાઈન શોપિંગ ગણમાં આવશે અને ઓફલાઈન શોપિંગ માં ગ્રાહકોને એમના જે અધિકારો મળે છે જેટલા જ અધિકારો મળશે .


   >  ગ્રાહક સુરક્ષા અધિનિયમ- 2019

 

  1. ખરાબ સામાન વેચવાવાળા અને બનાવવાવાળા બંને પર કાર્યવાહી થશે.

  2. જેને સામે ગુનો સાબીત થાય તો સામાનની કિંમત પાછી કરવી પડશે અને  દંડ  ભરવો પડશે.

  3. આ કાયદામાં ગ્રાહકોની ફરીયાદની સુનાવણી જલદી થશે.

  4. ફરીયાદને 21 દિવસમાં ફાઇલ કરવામાં આવશે

  5.  જો કોઈ જિલ્લાની અથવા રાજ્યની ગ્રાહક સુરક્ષા કચેરી કોઈ કંપનીને દંડ કરે તો કંપની કેન્દ્રમાં ગ્રાહક સુરક્ષા કચેરી ને અપીલ કરી શકશે નહીં.

  6. ઓનલાઇન શોપિંગમાં જો કોઈ છેતરપિંડી થાય અથવા રિફંડ ન મળે તો ઉત્પાદનનું મેન્યુફેક્ચરિંગ કરનાર અને સર્વિસ પ્રોવાઇડર તથા વિક્રેતા જે પણ જવાબદાર હશે તેમને દંડ અને સજા થશે.

  7.  ઈ કોમર્સ  કંપની ની સામે પણ કાર્યવાહી થશે

  8.  આમાં  જિલ્લા ગ્રાહક સુરક્ષા કચેરી એક કરોડ સુધીના કેશો ચલાવી શકશે,  રાજ્ય ગ્રાહક સુરક્ષા કચેરી દસ કરોડ સુધીના કેશો ચલાવી શકશે અને રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા કચેરી ૧૦ કરોડથી વધારે ના કેશો ચલાવશે.

  9.  નવા કાયદા મુજબ હવે ગ્રાહક જ્યાં રહે છે ત્યાં તેને લાગુ પડતા ગ્રાહક સુરક્ષા કચેરીએ ફરિયાદ દાખલ કરી શકશે.



> ધ્યાનમાં રાખવા જેવી બાબતો


  1. જો આપણે online વસ્તુઓ ખરીદીએ છીએ તો refund policy જાણી લેવી જોઈએ.

  2.  વસ્તુનો રિવ્યૂ સારો હોય તો જ વસ્તુ ખરીદવી જોઈએ જો કોઈ ઓનલાઇન શોપિંગ કરીએ તો જે તે વસ્તુ ની ઓનલાઇન એટલે કે ઓરીજનલ વેબસાઇટ સાથે સરખામણી કરી લીધી જોઈએ

  3.  એ વીક્રતા ને પણ બરાબર ઓળખવા જોઈએ 

  4. અજાણી website ઉપરથી શોપિંગ ન કરવી જોઈએ.

  5.  જો કોઈ આપની પાસે OTPની માંગણી કરે તો શેર ન કરવો જોઈએ.

  6.  જો આપણે વસ્તુ મંગાવી હોય અને ડિલિવરી વખતે પેકિંગ તૂટેલું હોય તો તેનો ફોટો પાડી લેવો જોઈએ

  7.  અમુક online વેબસાઈટો પર આપણા પાસવર્ડ ને પ્રોટેક્ટીંગ રાખવો જોઈએ.

  8.  સસ્તી વસ્તુ મેળવવાના લોભમાં છેતરપીંડી થઈ શકે છે.

  9.  ઓનલાઈન શોપિંગ કરતી વખતે ટર્મ અને કન્ડિશન વાંચી લેવી જોઈએ.




> જો આપની સાથે છેતરપીંડી થાય અથવા રિફંડ ના મળે તો


  1.  જે કંપની હોય તેની ઈ કોમર્સ વેબસાઈટ પર જાણ કરવી જોઈએ છતાં પણ ન થાય તો

  2.  સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને પણ રીફંડ મેળવી શકીએ એના સિવાય

  3.  આપણે જે જગ્યાએ રહીએ છીએ ત્યાંની ગ્રાહક સુરક્ષા કચેરી માં પણ ફરિયાદ કરી શકીએ છીએ

  4.  એના હેલ્પલાઇન નંબર છે 1800 11 4000, 14404 આ નેશનલ કન્ઝયુમર હેલ્પલાઇન




Comments

Popular posts from this blog

RTI Application in Gujarati