કૃષિ બિલ- 2020   (FARM BILL-2020) 

 

 શું છે આ કૃષિ બીલ અને ખેડૂતો માટે કેટલું છે ફાયદાકારક ?  

 

અનાજની  આપુર્તિને ભરોસાલાયક બનાવવા અને ખેડૂતોની આર્થિક હાલત સુધારવા માટે 2004માં કેન્દ્ર સરકારે એમ.એસ.સ્વામીનાથનની અધ્યક્ષતામાં નેશનલ કમિશન ઓન  ફાર્મસી નામની રચના કરી એને આપણે સ્વામિનાથન આયોગ તરીકે ઓળખીએ છીએ.

આયોગની વિનંતી

 -ખેડૂતોની આત્મહત્યા રોકવી

-સિંચાઈ માટે

-પાક વીમો માટે

 -ઉત્પાદન વધારવા માટે

-ખાદ્ય સુરક્ષા માટે 



જૂના કાયદામાં ખેડૂતોને શું શું તકલીફો પડતી હતી.

- ખેડૂત પોતાનો ભાગ માર્કેટમાં જ એટલે કે મંડી માંજ વેચી શકતો હતો અને એ પણ જે વેપારી પાસે      લાયસન્સ હોય એને જ વેચી શકતા.

ખેડૂતો જે પ્રમાણે મહેનત કરીને આખા દેશનું ગુજરાત ચલાવતા તે પ્રમાણે એમને એમની મહેનત ના રકમ મળતી ન હતી.

- પોતે મહેનત કરીને જે પાકની  ઉપજ પુરી પુરી ખેડૂત ને  મળવી જોઈએ એ મળતી ન હતી એની જગ્યાએ વચેટિયા વધારે લાભ  ઉઠાવતા હતા.

 ખેડૂત પોતાનો માલ બીજા રાજ્યમાં વેચી શકતો નહોતો. 

ખેડૂતોને પોતાનો  પાક વેચવા માટે અને હરાજી માટે વિનંતી કરવી પડતી હતી. 

 પોતે કરેલ મહેનત પ્રમાણે  ખેડૂતોને પૂરેપૂરા ભાવ મળતો ન હતો.

 વગેરે ……..કારણોસર આ સુધારા કરવામાં આવ્યા.

 

કૃષિ બિલ- 2020   (FARM BILL-2020)



  • ધ ફાર્મર્સ  પ્રોડ્યુસ ટ્રેડ એન્ડ કોમર્સ બીલ- 2020

1.      પાકને વેચવાની આઝાદી માટે  ખાસ વ્યવસ્થા.

2.      માર્કેટની બહાર  અન્ય  રીતે પણ પાકનો સરળતાપૂર્વક વેપાર.

3.      પાકને વેચવા માટે કોઈ અડચણ  ન આવે તેવી વ્યવસ્થા.

4.      ખેડૂતને કોઈ કર અથવા બીજી કોઈ અન્ય રકમ દેવી નહીં પડે.

5.      ખેડૂતો માટે ઈ- ટ્રેડિંગ મંચ.

6.      ઇલેક્ટ્રોનિક માધ્યમથી કોઈપણ પ્રકારની અડચણ વગર  વેપાર સુનિશ્ચિત થશે.

7.      ખેડૂત  સીધા વેપારી, કંપની સાથે પણ સીધો વેપાર કરી શકશે.

8.      વચેટિયા પદ્ધતિ એટલે કે કમિશન એજન્ટ દૂર થશે અને પાકની યોગય કિંમત મળશે.

9.      ખેતીના પાકમાં પણ બીજા ઉત્પાદન ની જેમ સ્પર્ધા થશે તો ખેડૂતોને પૂરેપૂરો અને ઉંચી કિંમત મળશે. 

10.  બીજા અન્ય રાજ્યમાં પણ ખેડૂત પોતાનો માલ સરળતાથી વેચી શકશે.

11.  હવે  APMCની બહાર પણ પાકને વેચી શકાશે.

         વગેરે………... 





  • ધ ફાર્મર્સ  એગ્રીમેન્ટ   ઓફ   પ્રાઈઝ એશ્યોરન્સ એન્ડ ફાર્મ સર્વિસિઝ બીલ -2020

1.      કોન્ટ્રાક્ટ  ફાર્મિંગને નેશનલ ફ્રેમવર્ક મળશે. 

2.      ખેડૂતોને વેપારીઓ - કંપનીઓ  સાથે સીધા જ જોડવાની વ્યવસ્થા.

3.      પાકના કરારથી વાવણી પહેલાં જ પાકની કિંમત ખેડૂત લઇ શકશે જેથી

4.      બજારની અનિશ્ચિતતા જોખમ ખેડૂતો થી હટી હશે.

5.      પાકની કિંમતમાં વધારા અને ઘટાડાનું જોખમ  ખેડૂત પરથી દુર થશે.

6.      આનાથી ખેતીમાં નવી તકનીક અને સારું બિયારણ ખેડૂત સુધી પહોંચશે.

7.      આમાં જો કોઈ ખેડૂતને તકલીફ હોય તો સ્થાનિક જગ્યા ઉપર જ 30 દિવસમાં  તેને નિવારવામાં આવશે.

8.      હવે ખેડૂતનું શોષણ નહીં થાય.

9.      સપ્લાય ચેઈન બનશે અને  ઉચીત  ભાવ મળશે.

10.  ખેતીની સાથે સંકળાયેલા જોખમ દૂર  કરવા માટે આ  કાનુન  છે. 

             વગેરે……………….




  •  ધ એસેન્સિયલ કોમોડીટિઝ ( એમેન્ડમેન્ટ) બીલ -2020

1.      જરુરી વસ્તુ બિલ-1955 માં  સુધારો કરી જરૂરી વસ્તુ અનાજ, દાળો, ખાદ્ય તેલો, ડુંગળી બટાકા જેવી આવશ્યક વસ્તુઓ આ યાદીમાંથી દૂર કરવામાં આવ્યા.

2.      FOOD SUPPLY CHAIN ને આધુનિક બનાવી અને કિંમતોમાં સ્થિરતા જળવાશે. 

3.      શાકભાજીના ભાવ બમણા થઇ જશે કે ખરાબ થનાર પાકની રિટેલ  કિંમત 50 ટકા વધી જશે તો સ્ટોક લિમિટ લાગું થશે.

4.      પરંતુ યુદ્ધ અને સંકટ સમયે  કેન્દ્ર સરકારના હાથમાં સત્તા રહેશે.

5.      મોટા પ્રમાણમાં  ઉત્પાદન કરવું સંભવ થશે.

6.      કૃષિ ક્ષેત્ર  વિદેશી   રોકાણકારો એ પણ આકર્ષિત કરશે. 

વગેરે……………..

 

·         શું છે ખેડૂતોના પ્રશ્ન ?

1.    શું  MSP (મીનીમમ સેલીંગ પ્રાઈઝ ) પર અનાજ ખરીદી બંધ થઈ જશે ?

-     MSP (મીનીમમ સેલીંગ પ્રાઈઝ ) પર અનાજ ખરીદી ચાલુ જ રહેશે.

-     ખેડુત પોતાનો પાક MSP (મીનીમમ સેલીંગ પ્રાઈઝ ) પર વેચી શકશે.





 

MSP - ન્યુનત્તમ સમર્થન મૂલ્ય ૧૯૬૪માં ખાધ્ય અનાજ મૂલ્ય સમિતિ બનાવી.

૧૯૬૫માં  ભારતીય  ખાદ્ય નીગમ  નો એક રિપોર્ટ આવ્યો, એમાં 94% ખેડૂત 

MSPથી અજાણ છે.

શાંતા કુમાર સમિતિના રિપોર્ટ દ્વારા 6 ટકા લોકો  આનો લાભ લે છે.

 

2.    શું APMC સમાપ્ત થઈ જશે ?

-     પહેલાની જેમ જ APMC માં પણ પાકનું ખરીદ અને વેચાણ ચાલુ જ રહેશે



-     માર્કેટ સમાપ્ત નહીં થાય માર્કેટ સિવાય પણ માલ વેચી શકાય 

 

3.    શું કોન્ટ્રાક્ટ ખેતીથી ખેડૂતો કમજોર થશે અને ખેડુતો પાકની કિંમત નક્કી કરી શકશે?

-     ખેડૂતોને પૂરી સ્વતંત્રતા છે પોતાની ઈચ્છા પ્રમાણે ભાવ નક્કી કરી શકશે અને  પાક વેચી શકશે



-     ત્રણ દિવસમાં પાકની કીંમત મળી જશે. 

 

4.    શું નાના ખેડૂત કોન્ટ્રાક્ટ ખેતી કરી શકશે? 

-     આ વ્યવસ્થામાં 10000 ખેડૂત ઉત્પાદક સમૂહ ની રચના કરવામાં આવશે આ સમૂહ નાના ખેડૂતો ને જોડીને એમનો ભાગ બજારમાં ઊંચા ભાવ અપાવવા માટે કામ કરશે. 

 

5.    શું  નવી વ્યવસ્થામાં ખેડૂતોને હેરાન ગતિ થશે.?

-     આ વ્યવસ્થા પછી ખેડૂતોએ વેપારીઓના ચક્કર લગાવવાની જરૂર નહીં પડે અને ખરીદનારને  ખેડૂતના ખેતરમાંથી જ પાકને લઈ જઈ શકશે.

 

Comments

  1. We strongly seconded in favour of krishi bill, this exclude middle man.


    ReplyDelete

Post a Comment