RTI Application in Gujarati


 

કઈ કલમ હેઠળ અરજી કરવી?


ગુજરાત માહિતીનો અધિકાર નિયમો, 2010

* કલમ 3 (1)

- માહિતી મેળવવા માંગતી હોય તેવી વ્યક્તિએ નિયમ 5 (ક) માં ઠરાવેલી ફી સાથે નમૂના - ક મા અથવા નમૂના કમાંડર ઠરાવેલી તમામ આવશ્યક વિગતો ધરાવતી અરજી, સ્વચ્છ રીતે ટાઈપ કરીને અથવા સ્વ-હસ્તાક્ષરમાં અથવા ઈ-મીડીયા મારફત સંબંધિત જાહેર સત્તામંડળના જાહેર માહિતી અધિકારીને કરવી જોઈશે. 


* માહિતી અધિકાર અધિનિયમ- 2005 

- કલમ - 6

                                                                    નમૂનો - ક

                                           માહિતી મેળવવા માટેની અરજીનો નમૂનો 

પ્રતિ,

જાહેર માહિતી અધિકારી,

.....................................

.....................................


                   હું માહિતીનો અધિકાર અધિનિયમ, 2005 હેઠળ આપની પાસેથી નીચેની માહિતી મેળવવા માંગુ છું. તેની વિગતો નીચે મુજબ છે.

 

1. અરજદારનું નામ -

 

2. અરજદારનું સરનામું -

 

3. જરૂરી માહિતીની ચોક્કસ બાબતો /વિગતો ટૂંકમાં : જરૂરી માહિતીનો ચોક્કસ સમયગાળો 

*

*

*

*


4. ફી ભરી હોય તો તેની વિગતો - (20 રૂપિયા કઈ રીતે ભર્યા તે )


5. હું, આથી જાહેર કરું છુ કે હું તારીખ ................................... ના રોજ ગરીબી રેખા હેઠળ ના કુટુંબનો છુ. અને મે આ સાથે ગરીબી રેખા હેઠળના કુટુંબના કાર્ડની પ્રમાણિત નકલ/ખરી નકલ અથવા ગરીબી રેખા હેઠળના કુટુંબના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ / ખરી નકલ બિડેલ છે. તેથી મે અરજી ફી ભરેલ નથી . 


6. હું જાહેર કરું છુ કે હું ભારતનો નાગરિક છુ . 


7. હું, આથી જાહેર કરું છું કે ઉપરની વિગતો મારી જાણ અને માન્યતા અનુસાર સાચી છે. 


તારીખ. 

સ્થાન.  ..............................................

         અરજદારની સહી

મોબાઇલ નં. 

 

કેસ લો. 

- અપીલ નં 133-2006/07 તા. 01/09/2006 ની શૈલેન્દ્ર દેસાઇ વી. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન જણાવેલ કે , 

માહિતી માટેની અરજીમાં અરજદારે ચોક્કસ સ્થળ, ચોક્કસ ફાઇલ, ચોક્કસ સમયગાળો, .......વગેરે વિગતો

 દર્શાવી માહિતી માંગવી જોઈએ. 

YOUTUBE VIDEO:

Channel: Ishvar Shankar 

https://youtu.be/4iPi2I7vYgE


Comments